Posts

રાજપૂત સમાજનું ગૌરવ: ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી.

Image
રાજપૂત સમાજનું ગૌરવ: ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી. ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી થતા સમગ્ર રાજપૂત સમાજમાં અને ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઇ હતી. વિશ્વરજસિંહ પરમાર ભારત દેશ તરફથી 6 પૈકી ગુજરાતમાંથી પસંદગી પામનાર એકમાત્ર ખેલાડી છે. હાલમાં ચીનમાં નવમો આંતર રાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડ કપ ચેમ્પિયનશીપ-2024 યોજાઈ રહ્યો છે. જેમા ભારત દેશ તરફથી કુલ 6 પૈકી ગુજરાતમાંથી પસંદગી પામનાર ફક્ત એક ખેલાડી એવા વિશ્વરાજસિંહ મુકેશસિંહ પરમારને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે. જે મેન્સ સિંગલ્સ,મેન્સ ડબલ અને મેન્સ ટીમ એમ કુલ 3 ઇવેન્ટમાં ભાગ લેશે અને ત્યાં પછી તરત જ રમાનાર ચાઇના ઓપન ટુર્નામેન્ટમાં પણ ભાગ લેનાર છે. ચાલુ વર્ષમાં રમાયેલ સિનિયર નેશનલ વુડબોલ ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાત રાજ્ય વતી પ્રતિનિધિત્વ કરીને એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ એમ 2 મેડલ મેળવી ચૂક્યા છે. ચીખલી તાલુકાના અંતરિયાળ ગામે ક...

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
 Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયો...

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

Image
 Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ...

Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું.

Image
 Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનુંબાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ યોજાયું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ વાડ મુખ્ય પ્રા. શાળા ખેરગામ, તા. ખેરગામના સ્થળે તા. ૩/૧૦/૨૦૨૪ ના રોજ યોજાયું હતું. જેનાં મુખ્ય વિષય : ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી આધારિત વિવિધ તાલુકાની  25 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.જેમાં  વિભાગ -૧ ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં હેપ્પી & હેલ્ધી પીરીયડસ કૃતિ વાડ મુખ્ય પ્રાથમિક શાળા, વિભાગ-૨ પરિવહન અને સંચારમાં પરવીસમ કોંકીટ રોડ કૃતિ ખેરગામ કુમાર શાળા, વિભાગ ૩માં પ્રાકૃતિક ખેતી, જમીન સુધારણ અને જીવાત નિયંત્રણ કૃતિ વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળા,  વિભાગ ૪માં ગણિતીક નમૂનાઓ અને ગણનાત્મક વિચારણા, સ્માર્ટ મેડા મેજીક બોક્સ કૃતિ પાટી પ્રાથમિક શાળા,  વિભાગ -૫ (અ...

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

Image
 Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો ----- 'વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે:' મહિલા અને બાળકલ્યાણ મંત્રી ------ 'આર્થિક રીતે સશક્ત મહિલા પરિવારની સાથે સમાજના વિકાસમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે': જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ ------ મહાનુભાવોના હસ્તે 'માનસિક સ્વાસ્થ્ય ઔર મહિલા' પુસ્તકનું વિમોચન કરાયું ----- રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ: પડકારો, તકો અને નીતિગત ધારણાઓ' વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ અને સ્ત્રી ચેતના(સર્વોદય મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે  સ્નેહ સંકુલ ભવનમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વ...

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

Image
 Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

જલાલપોર તાલુકાના છીણમ, સીમળગામ, ડાલકી, ગામે સામુહિક સાફ સફાઈ: સાગરા અને માણેકપોર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઇ

Image
 જલાલપોર તાલુકાના છીણમ, સીમળગામ, ડાલકી, ગામે સામુહિક સાફ સફાઈ: સાગરા અને માણેકપોર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઇ  'સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા'  નવસારી,તા.૨૧: 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના છીણમ ગામે સામુહિક સાફ સફાઈ, સીમળગામ, ડાલકી, સાગરા અને માણેકપોર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગાંધી જયંતિના રોજ સમગ્ર દેશને સ્વચ્છ બનાવી મહાત્મા ગાંધીજીની સ્વચ્છાંજલી આપવાના આશય સાથે સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે.  ત્યારે નવસારી  જિલ્લામાં 'સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા' ના સુત્ર સાથે જલાલપોર તાલુકાના છીણમ, સીમળગામ, ડાલકી, સાગરા અને માણેકપોર ગામની સામુહીક સાફ સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીશ્રી જલાલપોર દ્વારા  તમામ સ્થળોની સાફ-સફાઈની ચકાસણી કરી સ્વચ્છતા વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.