Posts

પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર

Image
પ્રાથમિક શાળા વાડાના મુખ્ય શિક્ષકને જિલ્લા પંચાયત નવસારીનું ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર  જિલ્લા પંચાયત નવસારી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રાથમિક શાળા વાડા, તાલુકો નવસારીના મુખ્ય શિક્ષક શ્રી વિશાલસિંહ દૌલતભાઈ રાઠોડને વર્ષ ૨૦૨૫–૨૬ માટે ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન શ્રી રાઠોડે શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક, ખંતપૂર્વક તથા નવીન અભિગમ સાથે કામગીરી કરી નવસારી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તામાં સુધારણા તેમજ વિવિધ શૈક્ષણિક અને સમાજોપયોગી કાર્યક્રમોના સફળ અમલમાં તેમનો ફાળો પ્રશંસનીય રહ્યો છે. આ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જિલ્લા પંચાયત નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના હસ્તે તેમને ઉત્કૃષ્ઠતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આવનારા સમયમાં પણ તેઓ આવી જ નિષ્ઠા, સમર્પણ અને ઉત્સાહ સાથે કાર્ય કરી સમાજ તથા શિક્ષણ ક્ષેત્રે સતત યોગદાન આપતા રહેશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને નવસારી જિલ્લાન...

નવસારી જુનિયર હોકી ટીમ રાજ્ય ચેમ્પિયન 🏑

Image
       નવસારી જુનિયર હોકી ટીમ રાજ્ય ચેમ્પિયન 🏑 હોકી ગુજરાતના નેજા હેઠળ તથા હોકી રાજકોટ દ્વારા મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ, રાજકોટ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ જુનિયર ભાઈઓ હોકી ચેમ્પિયનશીપ 2025-26માં નવસારી જિલ્લાની જુનિયર હોકી ટીમે શાનદાર પ્રદર્શન સાથે ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે. સ્પર્ધા દરમિયાન નવસારી ટીમે દરેક મેચમાં દમદાર રમત રજૂ કરી. પ્રથમ મેચમાં યજમાન રાજકોટને 7-0થી પરાજિત કર્યા, સેમિફાઇનલમાં અમરેલી સામે 6-1થી ભવ્ય જીત નોંધાવી અને ફાઇનલ મુકાબલામાં દાહોદને 3-2થી હરાવી ચેમ્પિયન બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તમામ વિજેતા ખેલાડીઓ તથા ટીમને ઉત્તમ માર્ગદર્શન આપનાર કોચ શ્રી શિરીષભાઈ પટેલને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. નવસારી જિલ્લાની આ સફળતાએ સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી જગાવી છે અને યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે. 🏑 #NavsariHockey #GujaratStateJuniorHockey #StateChampions #JuniorHockeyChampionship #HockeyGujarat #NavsariPride #ChampionsOfGujarat #HockeyIndia #YoungAthletes #SportsExcellence #khergamnews #sbkhergam #khergamblogger 

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

Image
      ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અ...

રાજપૂત સમાજનું ગૌરવ: ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી.

Image
રાજપૂત સમાજનું ગૌરવ: ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી. ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી થતા સમગ્ર રાજપૂત સમાજમાં અને ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઇ હતી. વિશ્વરજસિંહ પરમાર ભારત દેશ તરફથી 6 પૈકી ગુજરાતમાંથી પસંદગી પામનાર એકમાત્ર ખેલાડી છે. હાલમાં ચીનમાં નવમો આંતર રાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડ કપ ચેમ્પિયનશીપ-2024 યોજાઈ રહ્યો છે. જેમા ભારત દેશ તરફથી કુલ 6 પૈકી ગુજરાતમાંથી પસંદગી પામનાર ફક્ત એક ખેલાડી એવા વિશ્વરાજસિંહ મુકેશસિંહ પરમારને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે. જે મેન્સ સિંગલ્સ,મેન્સ ડબલ અને મેન્સ ટીમ એમ કુલ 3 ઇવેન્ટમાં ભાગ લેશે અને ત્યાં પછી તરત જ રમાનાર ચાઇના ઓપન ટુર્નામેન્ટમાં પણ ભાગ લેનાર છે. ચાલુ વર્ષમાં રમાયેલ સિનિયર નેશનલ વુડબોલ ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાત રાજ્ય વતી પ્રતિનિધિત્વ કરીને એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ એમ 2 મેડલ મેળવી ચૂક્યા છે. ચીખલી તાલુકાના અંતરિયાળ ગામે ક...

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
 Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયો...

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

Image
 Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ...

Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું.

Image
 Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનુંબાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ યોજાયું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ વાડ મુખ્ય પ્રા. શાળા ખેરગામ, તા. ખેરગામના સ્થળે તા. ૩/૧૦/૨૦૨૪ ના રોજ યોજાયું હતું. જેનાં મુખ્ય વિષય : ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી આધારિત વિવિધ તાલુકાની  25 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.જેમાં  વિભાગ -૧ ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં હેપ્પી & હેલ્ધી પીરીયડસ કૃતિ વાડ મુખ્ય પ્રાથમિક શાળા, વિભાગ-૨ પરિવહન અને સંચારમાં પરવીસમ કોંકીટ રોડ કૃતિ ખેરગામ કુમાર શાળા, વિભાગ ૩માં પ્રાકૃતિક ખેતી, જમીન સુધારણ અને જીવાત નિયંત્રણ કૃતિ વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળા,  વિભાગ ૪માં ગણિતીક નમૂનાઓ અને ગણનાત્મક વિચારણા, સ્માર્ટ મેડા મેજીક બોક્સ કૃતિ પાટી પ્રાથમિક શાળા,  વિભાગ -૫ (અ...

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

Image
 Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો ----- 'વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે:' મહિલા અને બાળકલ્યાણ મંત્રી ------ 'આર્થિક રીતે સશક્ત મહિલા પરિવારની સાથે સમાજના વિકાસમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે': જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ ------ મહાનુભાવોના હસ્તે 'માનસિક સ્વાસ્થ્ય ઔર મહિલા' પુસ્તકનું વિમોચન કરાયું ----- રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ: પડકારો, તકો અને નીતિગત ધારણાઓ' વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ અને સ્ત્રી ચેતના(સર્વોદય મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે  સ્નેહ સંકુલ ભવનમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વ...

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

Image
 Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

જલાલપોર તાલુકાના છીણમ, સીમળગામ, ડાલકી, ગામે સામુહિક સાફ સફાઈ: સાગરા અને માણેકપોર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઇ

Image
 જલાલપોર તાલુકાના છીણમ, સીમળગામ, ડાલકી, ગામે સામુહિક સાફ સફાઈ: સાગરા અને માણેકપોર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઇ  'સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા'  નવસારી,તા.૨૧: 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના છીણમ ગામે સામુહિક સાફ સફાઈ, સીમળગામ, ડાલકી, સાગરા અને માણેકપોર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગાંધી જયંતિના રોજ સમગ્ર દેશને સ્વચ્છ બનાવી મહાત્મા ગાંધીજીની સ્વચ્છાંજલી આપવાના આશય સાથે સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે.  ત્યારે નવસારી  જિલ્લામાં 'સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા' ના સુત્ર સાથે જલાલપોર તાલુકાના છીણમ, સીમળગામ, ડાલકી, સાગરા અને માણેકપોર ગામની સામુહીક સાફ સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીશ્રી જલાલપોર દ્વારા  તમામ સ્થળોની સાફ-સફાઈની ચકાસણી કરી સ્વચ્છતા વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Navsari news: નવસારી તાલુકાના સિસોદરા(ગણેશ) ગામે સામુહિક સાફસફાઇ હાથ ધરાઇ

Image
Navsari news: નવસારી તાલુકાના સિસોદરા(ગણેશ) ગામે સામુહિક સાફસફાઇ હાથ ધરાઇ નવસારી,તા.૧૯: આજ રોજ સ્વચ્છતા હીઁ સેવા કાર્યક્રમ હેઠળ નવસારી તાલુકાના સિસોદરા(ગણેશ) ગામે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગામમાં જ્યાં કચરો વધારે થાય છે ત્યાં સાફ સફાઈ કરવામાં આવી હતી. અને ગામને કચરા મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામજનોને આસપાસ સ્વચ્છતા જાળવવા જાગૃત કરાયા હતા. 

ગણદેવી નગરપાલિકા દ્વારા ડી.આઈ. કે. કન્યા શાળા ખાતે સ્વચ્છતા જાગૃતિ રેલી યોજી સ્વચ્છતા શપથ લેવામાં આવી

Image
           ગણદેવી નગરપાલિકા દ્વારા ડી.આઈ. કે. કન્યા શાળા ખાતે સ્વચ્છતા જાગૃતિ રેલી યોજી સ્વચ્છતા શપથ લેવામાં આવી નવસારી,તા.૧૮: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકા અને ડી.આઈ. કે. કન્યા શાળાના બાળકો સાથે 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગણદેવી નગરપાલિકા પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી ભાનુબેન પટેલ, આરોગ્ય ચેરમેનશ્રી સારિકાબેન પટેલ, તથા નગરપાલિકાના સભ્યો ચીફ ઓફિસર શ્રી પ્રાચી પી. દોસી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા જાળવવા બાબતે સ્વચ્છતા જાગૃતિ રેલી અને શાળાના બાળકો સાથે સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા.