ડાંગ: ઓનલાઇન થતા ફ્રોડથી પ્રજાજનોને અવગત કરવા જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને 'પ્રેસ મિટ' યોજાઇ :
ડાંગ: ઓનલાઇન થતા ફ્રોડથી પ્રજાજનોને અવગત કરવા જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને 'પ્રેસ મિટ' યોજાઇ : ઓનલાઇન ફ્રોડ થાય તો ૧૯૩૦ પર કોલ કરવો - શ્રી યશપાલ જગાણીયા (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૪: ટેક્નોલોજીના આ યુગમાં હજારો લોકો સાઇબર ફ્રોડનો શિકાર થતા હોય છે. જેનાથી પૈસા પરત મળવાની સંભાવનાઓ ઓછી થઇ જતી હોય છે. ત્યારે પ્રજાજનોને ઓનલાઇન ફ્રોડનો શિકાર થતાં અટકાવવા, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને 'પ્રેસ મિટ' યોજાઇ હતી. જેમાં જિલ્લા પોલીસ વડાએ ઓનલાઇન ફ્રોડ થાય તો ૧૯૩૦ પર તુરંત કોલ કરવા જણાવ્યું છે. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ 'પ્રેસ મિટ'માં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ કે, આજના ટેક્નોલોજીના યુગમાં ખુબ જ બહોળા પ્રમાણમાં ઓનલાઇ ફ્રોડ થતા હોય છે. લોકો ઓનલાઇન બેંન્કિગ, ઓનલાઇન શોપિંગ તેમજ ઓનલાઇન ટ્રાંજેક્શનનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે લોકો સાથે સાઇબર ફ્રોડ થતાં હોય છે. જે અંગેની ફરિયાદ ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને જણાવી શકાય છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા છ મહિના દરમિયાન ૫૦ હજારથી વધુ અલગ