Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.” ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે. સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ્...
Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ગણદેવી વડસાંગળ પ્રાથમિક શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિમાં ઝળહળતો દેખાવ કરતા આનંદ વ્યાપી ગયો હતો. પ્રતિવર્ષ તેજસ્વી તારલાઓ ને આગામી ભણતર માટે શિષ્યવૃત્તિ આપતી NMMS પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને ધો.૯ થી ધો.૧૨ એટલે કે ચાર વર્ષ સુધી દર વર્ષે ૧૨ હજાર એટલે કે કુલ ૪૮ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ પરીક્ષામાં વડસાંગળ શાળા ધો. ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત જયેશ પટેલ, જોયલ અનિલ પટેલ તથા નિયતિ હિતેશ હળપતિ શિષ્યવૃત્તિ મેળવવા હકદાર બન્યા છે. ગામના સરપંચ મીના રાઠોડે વિદ્યાર્થીઓને માટે પ્રોત્સાહક ભેટ સ્વરૂપે ૨૧૦૦ રોકડ ભેટ આપી હતી. પ્રસંગે શાળાના શિક્ષકગણ તથા આચાર્ય ચંદ્રકાંત પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મંડળના પ્રમુખ મનોજ પટેલ, ઉપપ્રમુખ મેહુલભાઈ, મંત્રી પિયુષભાઈ, તુષારભાઈ ,ભીખુભાઈ, ડાહ્યાકાકા મોરારકાકા, નારણકાકા, ઉપસરપંચ આશિષભાઈ સહિત અગ્રણીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મિત...
ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અ...
Comments
Post a Comment