Gandevi: ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.

Gandevi: ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.


ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.. ૨૪ નિવૃત્ત થતા શિક્ષકોને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું..

મંડળીના લેખા - જોખા, હેવાલ - હિસાબ મંજૂર કરવામાં આવ્યા.. 

વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત વિધાર્થીઓ અને શિક્ષકોનું સ્મૃતિ પત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા..

રીકરીગ યોજનામાં રોકાણ કરનારા સભાસદોને પુરસ્કૃત કર્યો..

 મંડળીના નિવૃત્ત થતા ત્રણ કારોબારી સભ્યશ્રીઓ અને બે આંતરિક ઓડિટરશ્રીઓ ને વિશેષઃ સન્માન આપવામાં આવ્યું..

આમંત્રિત મહેમાનોમા શ્રી પીચીભાઇ ઓનર જયહિંદ હોટલ ચીખલી, SBI મેનેજર શ્રી જીગરભાઇ ગણદેવી બ્રાન્ચ અને  મનોજભાઈ લાડ ઓનર બી.ડી.ઈલેક્ટ્રીકલ, ચીખલીની વિશેષ ઉપસ્થિત રહી...અને રાષ્ટ્રગાન કરી સભા પૂર્ણ કરવામાં આવી...

મોટી સંખ્યામાં સભાસદ શિક્ષકો ઉપસ્થિત રહી સુરૂચિ ભોજનની લિજ્જત માણી હતી.












Comments

Popular posts from this blog

Navsari : માનનીય કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબે જલ શક્તિ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો.

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ