Posts

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

Image
 Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024

વાંસદા ખાતે લોકનૃત્ય - શાસ્ત્રીય નૃત્ય 2024-25 તાલીમ શિબિર સમાપન કાર્યક્રમ યોજાયો.

Image
વાંસદા ખાતે લોકનૃત્ય - શાસ્ત્રીય નૃત્ય 2024-25 તાલીમ શિબિર સમાપન કાર્યક્રમ યોજાયો.  નવસારી,તા૨૦: ગુજરાત  રાજ્ય સંગીત નાટક  અકાદમી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત લોકનૃત્ય -શાસ્ત્રીય નૃત્ય તાલિમ શિબિરનો સમાપન  કાર્યક્રમ તાલુકા પંચાયત  વાંસદાના પ્રમુખશ્રી  દિપ્તીબેન  પટેલના અધ્યક્ષ  સ્થાને  યોજાયો  હતો. રમતગમત, યુવા અને  સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ  હસ્તકના  ગુજરાત  રાજ્ય સંગીત નાટક  અકાદમી અને દ્વારા લોકનૃત્ય -શાસ્ત્રીય નૃત્ય તાલીમ શિબિર નવસારી જિલ્લામાં  યોજાઈ  હતી. જેમાં  પ્રાચીન અર્વાચીન  રાસ- ગરબા  અને  શાસ્ત્રીય  નૃત્યમાં  ભરતનાટ્યમ અને કથ્થક નૃત્યની  સાત  દિવસીય  વર્કશોપ નટરંગ  ડાન્સ એકેડેમી,  ગોપાલજી  મંદિર  હોલ, નવસારી  ખાતે યોજાઈ હતી તેમજ પરંપરાગત લોકનૃત્ય  તાલીમ  શિબિર શ્રી એલ.આર.કોન્ટ્રાકટર સાર્વજનિક  હાઈસ્કૂલ,  પીપલખેડ  વાંસદા  ખાતે યોજવામાં  આવી  હતી.  આ શિબિરમાં ડાંગી  નૃત્ય તેમજ  આદિવાસી  લોકનૃત્યના   અન્ય પ્રકારોની  તાલીમ આપવામાં આવી  હતી.    ગુજરાતની ઓળખસમા લોકનૃત્ય અને  ભાતિગળ  સંસ્કૃતિ ક્ષેત્રે રૂચિ  ધરાવતા  યુવક / યુવતીઓને  પોતા

Navsari |chikhli: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો

Image
૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી: નવસારી જિલ્લો  Navsari |chikhli: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો - ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરીએ-મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા - નવસારી,તા.10: નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને દિનકરભવન મજીગામ, ચીખલી ખાતે યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ભારતનાં પ્રથમ કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીનું સ્મરણ કરી તેઓ દ્વારા આરંભાયેલ આ મુહિમને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગળ ધપાવી રહ્યા છે એમ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રવર્તમાન સમયમાં વધતા ઉદ્યોગ અને રોજગાર ધંધાઓને લઈને પર્યાવરણને જે નુકશાન થાય છે. તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે એમ જણાવી નવસારી જિલ્લામા

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

Image
  Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૭: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ મુજબ તેમના વર્ગ શિક્ષણ કાર્યમાં રમકડાનો ઉપયોગ કરી, નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયોગ થકી તેમણે શાળાના બાળકોને વિષય શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે.  ધોરણ ૧ અને ૨ ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓને સરળતાથી કેવી રીતે શીખવી શકાય એનું એક નવતર કાર્ય આ શિક્ષિકાના વર્ગખંડમાં જોવા મળે છે.  શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્ય કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું. જેની નોંધ લઈ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ થી  સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડાંગ જિલ્લાની શિક્ષિકા શ્રીમતી માલાબેન થોરાટન

ખેરગામ તાલુકાની ફળિયા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું.

Image
 ખેરગામ તાલુકાની ફળિયા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે  બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની ફળિયા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે  બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,  બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ ધર્મેશભાઈ પટેલ અને નીલમબેન  પટેલના માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. 

ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ':

Image
   રાજ્ય, કેન્દ્ર સરકારની યોજનાઓની ધરાતલ સફળતા માટે ગ્રામીણ પત્રકારો પાયાના પત્થર બની રહેશે : ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ': (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૩૧: ગ્રામીણ પત્રકારત્વ માટે 'વાર્તાલાપ' યોજવાની સૌહાદર્તા અને સંવેદનશીલતા દાખવવવા બદલ PIB (પ્રેસ ઇન્ફોર્મશન બ્યુરો) નો હ્રદયપૂર્વક આભાર માનતા, વરીષ્ઠ પત્રકાર શ્રી પ્રસન્ન ભટ્ટે, ભારતનો આત્મા જ ગામડામાં વસે છે ત્યારે, શહેરોની વાતાનુકૂલિત કેબિનમાં બેસીને ફરજ બજાવતા મીડિયા સામે, ગ્રામીણ પત્રકારોનું દાયિત્વ લોકલ બોલી અને ભાષામાં અનેકગણું મહત્વ ધરાવે છે તેમ, જણાવ્યુ હતું.  શ્રી પ્રસન્ન ભટ્ટે ગ્રામીણજનો અને ગ્રામ વિસ્તારોમાં કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓને લગતી યોજનાઓ, અને તેના પરિણામોની જ્વાબદારી ગ્રામીણ પત્રકારત્વ કરતા મિત્રોની છે, તેમ જણાવતા હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જેવા કાર્યોમાં, ગ્રામીણ પત્રકારત્વના યોગદાનની ભૂમિકા સ્પસ્ટ કરી હતી.  સીમિત અને ટાંચા સાધનો વચ્ચે ગ્રામીણ પત્રકારત્વને અડીખમ રહેવાની અપીલ કરતાં શ્રી પ્રસન્ન ભટ્ટે, કલમને વેચવાનો ધંધો ન બનાવવાને બદલે, પોતાના દાયિત્વ

Dahod|Limkheda| Devgadbaria| Jhalod| Fatepura|Dhanpur| Sanjeli| Singhvad| Dahod|History Of Dahod | Best Places In Dahod | Historical Significance Of Dahod

Image
 Dahod|Limkheda| Devgadbaria| Jhalod| Fatepura|Dhanpur| Sanjeli| Singhvad| Dahod|History Of Dahod | Best Places In Dahod | Historical Significance Of Dahod દાહોદનો ઇતિહાસ | દાહોદમાં શ્રેષ્ઠ સ્થળો | દાહોદનું ઐતિહાસિક મહત્વ  દાહોદ એ ભારતના ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં દૂધમતી નદીના કિનારે આવેલું નાનું શહેર છે. એવું કહેવાય છે કે તેનું નામ સંત દધીચી પરથી પડ્યું છે, જેમનો દધુમતી નદીના કિનારે આશ્રમ હતો. દાહોદ પ્રદેશ બાવકાનું ઘર છે, જે દાહોદથી અગિયાર કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત પુરાતત્વીય અજાયબી છે. એવું કહેવાય છે કે પત્થરોથી બનેલું અને કામસૂત્રોના કોતરવામાં આવેલા દ્રશ્યોથી સુશોભિત આ માળખું એક વેશ્યાએ બાંધ્યું હતું. આ આર્કિટેક્ચરલ અજાયબી ચાંપાનેરના મહારાજાના સમૃદ્ધ શાસન દરમિયાન બનાવવામાં આવી હતી. તેને દાહોદ જિલ્લાના ખજુરાહો તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાન મહારાજા સિદ્ધરાજ જયસિંહે વિક્રમ સંવત 1093 માં માલવા રાજ્ય પર આક્રમણ કર્યું, અને પછીના બાર વર્ષ સુધી દાહોદમાં પડાવ નાખ્યો. સિદ્ધરાજની પ્રચંડ સેનાએ એક જ રાતમાં છાબ તલાવ (ટોકરી તળાવ)નું નિર્માણ કર્યું. તેની સેનાના દરેક સૈનિકે રાતોરાત એક તળાવ