Posts

Showing posts from June, 2024

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Image
    Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ...

ગાંધીનગર : ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા કટિબદ્ધ ગુજરાત સરકાર...

Image
ગાંધીનગર : ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા કટિબદ્ધ ગુજરાત સરકાર... ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા કટિબદ્ધ ગુજરાત સરકાર... રાજ્યવ્યાપી 'એન્ટી ડ્રગ કેમ્પઇન' જન-જન સુધી પહોંચાડવાનો... Posted by  Gujarat Information  on  Monday, June 24, 2024

વાત પ્રાકૃતિક ખેતીની:નવસારી જિલ્લો

Image
    વાત પ્રાકૃતિક ખેતીની:નવસારી જિલ્લો નવસારી જિલ્લામાં ૨૧,૭૩૬ ખેડૂતોએ અપનાવી છે પ્રાકૃતિક ખેતીની મુહિમ વર્ષ-૨૦૨૨-૨૩માં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર ૪૭૬૪ એકર હતો જે વધીને વર્ષ-૨૦૨૩-૨૪માં ૭૪૭૦ એકર થયો છે જે નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સફળતાની ગાથા રજુ કરે છે. 'પ્રાકૃતિક ખેતી થકી ફક્ત એક વર્ષમાં જમીનને તંદુરસ્ત બનાવી શકાય છે.'-પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશિલ ખેડૂત મુકેશભાઇ નાયક છ વિઘા જમીનમાં છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી નવસારી જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બનતા ખેડૂત મુકેશભાઇ નાયકને રાજ્યપાલશ્રીના હસ્તે મળ્યુ છે બહુમાન સંકલન-વૈશાલી પરમાર નવસારી, તા.૨૪: રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના આરંભથી તમામ જિલ્લાઓમાં રસાયણ વગરની ખેતી તરફ જાગૃત ખેડૂતો જોડાઇ રહ્યા છે. દેશી ગાયોની ઓલાદો વધી રહી છે. ખેત પેદાશોની ગુણવત્તા વધી રહી છે. ખેડૂતોને પોતાની ઉત્પાદનનું યોગ્ય વળતળ મળી રહ્યું છે. ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઇમેટ ચેન્જમાં પણ પ્રાકૃતિક ખેતીનો સિંહ ફાળ રહ્યો છે. આ મુહિમને આગળ વધારવામાં નવસારી જિલ્લાના ખેડૂતો પણ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે.  ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે ખેડૂતોને કરેલ ...

Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ

Image
Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ગણદેવી વડસાંગળ પ્રાથમિક શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિમાં ઝળહળતો દેખાવ કરતા આનંદ વ્યાપી ગયો હતો. પ્રતિવર્ષ તેજસ્વી તારલાઓ ને આગામી ભણતર માટે શિષ્યવૃત્તિ આપતી NMMS પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને ધો.૯ થી ધો.૧૨ એટલે કે ચાર વર્ષ સુધી દર વર્ષે ૧૨ હજાર એટલે કે કુલ ૪૮ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ પરીક્ષામાં વડસાંગળ શાળા ધો. ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત જયેશ પટેલ, જોયલ અનિલ પટેલ તથા નિયતિ હિતેશ હળપતિ શિષ્યવૃત્તિ મેળવવા હકદાર બન્યા છે.  ગામના સરપંચ મીના રાઠોડે વિદ્યાર્થીઓને માટે પ્રોત્સાહક ભેટ સ્વરૂપે ૨૧૦૦ રોકડ ભેટ આપી હતી. પ્રસંગે શાળાના શિક્ષકગણ તથા આચાર્ય ચંદ્રકાંત પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મંડળના પ્રમુખ મનોજ પટેલ, ઉપપ્રમુખ મેહુલભાઈ, મંત્રી પિયુષભાઈ, તુષારભાઈ ,ભીખુભાઈ, ડાહ્યાકાકા મોરારકાકા, નારણકાકા,  ઉપસરપંચ આશિષભાઈ સહિત  અગ્રણીઓએ  વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મિત...

Navsari: વી. એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું

Image
 Navsari: વી. એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું *૬૯૫થી વધુ યોગી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો. નવસારી, તા.૧૬: આગામી તા.૨૧ જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં ૧૦માં ‘વિશ્વ યોગ દિન’ની ઉજવણીનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં યોગ પ્રત્યે નાગરિકો જાગૃત્ત બને અને વધુમાં વધુ નાગરિકો યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા હેતુ સાથે વિશ્વ યોગ દિન પૂર્વે તા.૧૫ થી તા.૨૦ જૂન દરમિયાન જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિભાગોના સહયોગથી યોગના કાર્યક્રમોનું સુદ્રઢ આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર, નવસારી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તથા નવસારી જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કરાયું છે.  આજરોજ ૧૫મી જુન વહેલી સવારે વી. એસ પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બીલીમોરાના પટાંગણમાં યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં એન. સી. સી, એન. એસ. એસ.ના કેડેટ,  ડી. એલ. એસ.ના વિદ્યાર્થીઓ, યોગ ટ્રેનર ટીમ, યોગ કોચ,યોગ ટ્રેનરો અને યોગ સા...

Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો.

Image
 Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો. શાળાઓના બાળકો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી  પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું આયોજન કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું. નવસારી, તા.૧૬: નવસારી જિલ્લા સ્થિત ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં દ્વારા ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો. ઈકો કલબ હેઠળ શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન પટેલ દ્વારા વિધાર્થીઓ માટે નજીકના સ્થળે પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું  આયોજન કરી વિધાર્થીઓને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સ્થાનિક વિસ્તારની વિવિધ વનસ્પતિથી વિધાર્થીઓને વાકેફ કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું હતું.  વિદ્યાર્થીઓને નજીકના ગામ તથા સ્થાનિક પ્રવાસન સ્થળની મુલાકાત કરાવવી, વિધાર્થીઓના અલગ અલગ જૂથ બનાવી જુદા જુદા કામ સોંપવામાં આવ્યા હતા. જેમાં વનસ્પતિ શાસ્ત્ર, વિસ્તારનો ઇતિહાસ, ભૂગોળ, સ્થાનિક રીતિરીવાજો અને ...

Navsari: નવસારી પોલીસ કર્મચારીઓના તેજસ્વી બાળકોને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા.

Image
 Navsari: નવસારી પોલીસ કર્મચારીઓના તેજસ્વી બાળકોને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા. નવસારી : નવસારી ટ્રાફિક પોલીસ ભવનમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના હસ્તે વેલફેર ફંડમાંથી પોલીસ કર્મચારીના તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લા પોલીસ દ્વારા વેલફેર ફંડ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૩- ૨૪ વર્ષના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોને પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ટ્રાફિક ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના કર્મચારી અને અધિકારીઓના ૩૨ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧.૫૫ લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એસ.પી. સુશીલ અગ્રવાલ, ડીવાયએસપી એસ.કે. રાય, પટેલ તથા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ કે. એચ.ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Valsad,Navsari,Dang News paper updates 15-06-2024 :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

Image
  Valsad,Navsari,Dang News paper updates 15-06-2024 :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,  Courtesy: News paper