Posts

Showing posts from October, 2024

રાજપૂત સમાજનું ગૌરવ: ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી.

Image
રાજપૂત સમાજનું ગૌરવ: ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી. ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી થતા સમગ્ર રાજપૂત સમાજમાં અને ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઇ હતી. વિશ્વરજસિંહ પરમાર ભારત દેશ તરફથી 6 પૈકી ગુજરાતમાંથી પસંદગી પામનાર એકમાત્ર ખેલાડી છે. હાલમાં ચીનમાં નવમો આંતર રાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડ કપ ચેમ્પિયનશીપ-2024 યોજાઈ રહ્યો છે. જેમા ભારત દેશ તરફથી કુલ 6 પૈકી ગુજરાતમાંથી પસંદગી પામનાર ફક્ત એક ખેલાડી એવા વિશ્વરાજસિંહ મુકેશસિંહ પરમારને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે. જે મેન્સ સિંગલ્સ,મેન્સ ડબલ અને મેન્સ ટીમ એમ કુલ 3 ઇવેન્ટમાં ભાગ લેશે અને ત્યાં પછી તરત જ રમાનાર ચાઇના ઓપન ટુર્નામેન્ટમાં પણ ભાગ લેનાર છે. ચાલુ વર્ષમાં રમાયેલ સિનિયર નેશનલ વુડબોલ ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાત રાજ્ય વતી પ્રતિનિધિત્વ કરીને એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ એમ 2 મેડલ મેળવી ચૂક્યા છે. ચીખલી તાલુકાના અંતરિયાળ ગામે ક...

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
 Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયો...

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

Image
 Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ...

Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું.

Image
 Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનુંબાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ યોજાયું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ વાડ મુખ્ય પ્રા. શાળા ખેરગામ, તા. ખેરગામના સ્થળે તા. ૩/૧૦/૨૦૨૪ ના રોજ યોજાયું હતું. જેનાં મુખ્ય વિષય : ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી આધારિત વિવિધ તાલુકાની  25 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.જેમાં  વિભાગ -૧ ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં હેપ્પી & હેલ્ધી પીરીયડસ કૃતિ વાડ મુખ્ય પ્રાથમિક શાળા, વિભાગ-૨ પરિવહન અને સંચારમાં પરવીસમ કોંકીટ રોડ કૃતિ ખેરગામ કુમાર શાળા, વિભાગ ૩માં પ્રાકૃતિક ખેતી, જમીન સુધારણ અને જીવાત નિયંત્રણ કૃતિ વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળા,  વિભાગ ૪માં ગણિતીક નમૂનાઓ અને ગણનાત્મક વિચારણા, સ્માર્ટ મેડા મેજીક બોક્સ કૃતિ પાટી પ્રાથમિક શાળા,  વિભાગ -૫ (અ...