નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વિશેષ:

 નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી  મહોત્સવ વિશેષ:

નવસારી જિલ્લામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે ઉપયોગી બનશે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ - સંકલન-વૈશાલી પરમાર નવસારી,તા.૦૧: પાયાના સ્‍તરે થતી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે તેમજ વિવિધ સ્તરે કાર્યરત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્‍ટાફની કામગીરીના મોનિટરીંગ માટે સમગ્ર શિક્ષા (SSA), શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તમામ જિલ્લા કક્ષાએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ વિકસાવવામાં આવ્યું છે. તાજેતરમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન નવસારી જિલ્લામાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના વરદ હસ્તે નવસારી શિક્ષણ વિભાગના તાલીમ ભવન ખાતે નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ પોર્ટલ અંગે તથા તેના અલગ અલગ ફાયદાઓ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ.અરુણકુમાર અગ્રવાલ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જયેશભાઈ ચૌધરી પાસેથી જાણકારી મેળવી હતી. કાર્યક્રમનું સંચાલન સિનિયર લેક્ચરર ડૉ. મનિષ પટેલે કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજાયેલ ૨૧મા શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંકડાકીય સિદ્ધિઓ કરતા બાળકના ભવિષ્ય માટે સારામાં સારું શું થઈ શકે તેના પર વિશેષ ધ્યાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ત્યારે ટેકનોલોજીના સથવારે શૈક્ષણિક આંક મેળવી તેના ઉપરથી વિવિધ તારણો કાઢવામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર મદદરૂપ સાબીત થશે. જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઓનલાઈન હાજરી, મૂલ્‍યાંકન પરિણામો, વિહીકલ ટ્રેકિંગ સિસ્ટમ, ફિલ્‍ડ વિઝીટ વગેરે જેવી માહિતી રીઅલ-ટાઇમ ડેટા એકત્રિકરણમાં સિંહ ફાળો નોંધાવશે. *બોક્ષ-1* *જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રના હેતુઓ:* • ફિલ્ડ લેવલ સ્ટાફની પ્રવૃત્તિઓ તેમજ અન્‍ય પ્રોજેક્ટ્સ / યોજનાઓનાં પાયના સ્‍તરે અમલીકરણના મોનિટરીંગ માટે રાજ્ય સ્તરે કેન્દ્રીયકૃત મોનિટરિંગ મિકેનિઝમ વિક્સાવવું • શાળાકીય ઇકો-સિસ્ટમમાં તમામ સ્‍તરના ફરિયાદ નિવારણ માટે કેન્દ્રીયકૃત હેલ્પડેસ્ક ઉભું કરવું • શાળાઓના રીઅલ-ટાઇમ પરફોર્મન્સ સૂચકાંકો પૂરું પાડતું એક સેન્ટ્રલાઇઝ્ડ ડેશબોર્ડ વિકસાવવું *બોક્ષ-૨* *જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રની વિશેષતાઓ અને લાભઃ* • શાળા શિક્ષણ પ્રણાલીના તમામ મુખ્ય ફિલ્‍ડ કક્ષાના સ્ટાફ / પ્રવૃત્તિઓના મોનિટરિંગ, ટ્રેકિંગ, પ્રતિભાવ મેળવવા અને સપોર્ટ પૂરો પાડવા માટે રાજ્ય કક્ષાનું કેન્દ્રીયકૃત મોનીટરીંગ મિકેનિઝમ • હાલમાં ઉપલબ્‍ધ વિવિધ એપ્લિકેશનના રીઅલ-ટાઇમ ડેટાના એકીકૃત ઉપયોગ માટે BI-Tool સાથેનું રીઅલ-ટાઇમ ડેશબોર્ડ • ફિલ્‍ડમાં તમામ સ્‍તરે કાર્યરત કર્મચારીઓ / અધિકારીઓમાં જવાબદારીપૂર્વકની કામગીરી અને શાળાકીય શિક્ષણના વિવિધ પ્રોજેક્ટ ઘટકો / પ્રવૃત્તિઓની રીઅલ-ટાઇમ સ્થિતિનું નિરીક્ષણ • વિદ્યાર્થીઓ/ વાલીઓ/ શિક્ષકોની ફરિયાદો/ પ્રતિભાવ / સૂચનો અને તેમના સમયસર નિરાકરણ માટેનું પ્લેટફોર્મ • ફિલ્ડ લેવલ સ્ટાફ/હેડ માસ્ટર/શિક્ષકો/માતાપિતા વચ્ચે ન્યૂનતમ નિષ્ફળતા દર સાથે એલર્ટ સંદેશાઓ, સૂચનાઓ અને સમાચારોની ઝડપી ડિલિવરી • ભૌતિક અંતર / સીમાઓના પડકારોનો સામનો કરીને શાળાકીય શિક્ષણના તમામ મુખ્ય ફિલ્‍ડ લેવલ સ્ટાફનું મોનિટરિંગ, ટ્રેકિંગ કરવું, પ્રતિભાવ મેળવવા અને સપોર્ટ કરવો • શિક્ષણ ખાતાના વડા (HoD) દ્વારા પ્રાપ્ત થયેલ સમસ્યાઓનું ફોલોઅપ અને નિરાકરણ તેમજ સુધારાત્મક પગલાં • શાળાકીય શિક્ષણના તમામ ફિલ્‍ડ કર્મચારીઓમાં જવાબદારીપૂર્વકની કામગીરી માટેના અભિગમનું નિર્માણ • વિદ્યાર્થીઓ/ વાલીઓ/ શિક્ષકોની ફરિયાદો/ પ્રતિભાવ/ સૂચનો મેળવીને તેમના સુધી પહોંચવું • ફિલ્ડ લેવલ સ્ટાફ માટેની દરેક પ્રવૃત્તિઓનું અનુસરણ સુનિશ્ચિત કરવું • ફિલ્ડ લેવલ સ્ટાફ/હેડ માસ્ટર/શિક્ષકો/માતાપિતા વચ્ચે ન્યૂનતમ નિષ્ફળતા દર સાથે એલર્ટ સંદેશાઓ, સૂચનાઓ અને સમાચારોની ઝડપી ડિલિવરી • ટ્રેકિંગ અને મોનિટરિંગ ઉપયોગ માટે ડેશબોર્ડ • સમગ્ર શિક્ષાની અન્ય એપ્લિકેશનના ટ્રેકિંગ અને મોનિટરિંગ ઉપયોગ માટે ડેશબોર્ડ • સારી રીતે field-to-forum પરિણામો સુનિશ્ચિત કરવા માટે દરેક તાલીમના તાલીમાર્થીઓને સમયાંતરે ટિપ્સ • પેડાગોજીની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને વર્ગખંડ શિક્ષણ પર સતત કાર્યક્ષમ ટીપ્સ મોકલીને શિક્ષકોને પ્રોત્સાહન, પ્રેરણા પૂરી પાડીને સહાયરૂપ થવું • આપત્તિ અથવા વહીવટી ફરજો જેવી કે વસ્તી ગણતરી અને ચૂંટણીમાં રોકાયેલ સ્ટાફને SMS સિસ્ટમ દ્વારા સૂચનાઓ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની આપણી પ્રતિબદ્ધતાને સાકાર કરવા શિક્ષણ જ સર્વાંગી વિકાસના પાયામાં સૌપ્રથમ છે ત્યારે શાળાઓમાં વિશેષ શું જોઈએ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ શિક્ષણમાં કરવાનું આયોજન વર્તમાન સરકારનું છે. આધુનિક ટેક્નોલોજી દ્વારા બાળકોને માર્ગદર્શન અને શિક્ષણ આપવા માટે ફક્ત શાળામાં જ નહિં પરંતું અંગણવાડીના શિક્ષણને પણ આ અભિયાનમાં જોડવામાં આવ્યા છે. આ તમામ કામગીરીના સુયોગ્ય ડેટા એકત્રીત કરવા માટે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર મહત્વનું પાસું સાબિત થશે.

*શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેણવણી મહોત્સવ વિશેષ:* - *નવસારી જિલ્લામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો...

Posted by Info Navsari GoG on Wednesday, July 3, 2024

Comments

Popular posts from this blog

માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સાહેબનું મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પહેલીવાર સુરત એરપોર્ટ પર પગ મૂકતાની સાથે જ સૌએ કરેલું ભવ્ય સ્વાગત

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

વલસાડ : લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર, 26-વલસાડ લોકસભા બેઠક